HDFC બેંકમાંથી 70 લાખ રૂપિયાની લોન જોઈએ છે? તો કેટલી આવક જોઈએ? CBIL સ્કોર ગણતરી જુઓ

જો તમે HDFC Bank બેંકમાંથી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તું તમારી પાત્રતા નક્કી કરતા કેટલાક મુખ્ય માપદંડોને સમજવા જરૂરી છે. બેંક તમારી માસિક આવક, ઉંમર, ક્રેડિટ સ્કોર સીબીલ સ્કોર તમારી વર્તમાનમાં નાણાકીય જવાબદારીઓ અને તમારી નિવૃત્તિ ની ઉંમર જેવા ઘણા બધા પરિબળો ધ્યાનમાં લે છે. એચડીએફસી બેન્ક માં હાલમાં 7.90% ના પ્રારંભિક વ્યાજ દર એ હોમ લોન ઓફર કરી રહી છે. જો તમારે હોમ લોન લેવી હોય અને એ પણ 60 થી 70 લાખ તો તમારી આવક કેટલી હોવી જોઈએ. કેવી રીતે ગણતરી કરશો. આ બધી જ બાબતો તમને નીચે જાણવા મળશે.

કેટલી હોવી જોઈએ લઘુત્તમ માસિક આવક?

Hdfc બેંકના હોમ લોન કેલ્ક્યુલેટર મુજબ જો તમારે 20 વર્ષ માટે 70 લાખ રૂપિયાની લોન જોઈએ છે તો તમારી માસિક આવક ઓછામાં ઓછી 1,05,000 હોવી જોઈએ. આટલી આવક ધરાવતા અરજદારની મહત્તમ 70 લાખ રૂપિયાની લોન મળી શકે છે. આ ગણતરી 7.90% ના વ્યાજદર અને 20 વર્ષની અવધી માટે છે. અને તે ત્યારે જ લાગુ પડે છે જ્યારે તમારી અન્ય કોઈ લોન અથવા બાકી લેણા ન હોય. બેંક કે અન્ય તમારી લોન બાકી ન હોય કપાત ન હોય.

સીબીલ સ્કોર નું મહત્વ (CIBIL )

જો તમને 7.90% ના વ્યાજ દરિસ લાખ રૂપિયાની હોમ લોન 20 વર્ષ માટે મળે છે તો તમારી માસિક EMI RS 58000 રૂપિયા થશે. આ ગણતરી મુજબ તમારે વ્યાજ તરીકે લગભગ RS 69,48,000 ચૂકવવા પડશે. આમ તમારે બેંકની કુલ મળીને 1, 39,48,500 RS પરત કરવા પડશે. લોનની અવધી જેટલી ઓછી રાખશો તેટલું વ્યાજ ઓછું ચૂકવવું પડશે.