Cash withdrawal limit for Savings Account: તમે વારંવાર લિમિટથી વધુ રોકડ ઉપાડો છો તો બેંક ચેતવણી મોડમાં જાય છે અને આ રિપોર્ટ આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે.
Cash withdrawal limit for Savings Account: તમે વારંવાર લિમિટથી વધુ રોકડ ઉપાડો છો તો બેંક ચેતવણી મોડમાં જાય છે અને આ રિપોર્ટ આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે. વ્યવહાર તમારી આવક સાથે મેળ ખાતો નથી અથવા સ્ત્રોત સ્પષ્ટ નથી તો ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.
👉તમે વારંવાર તમારા બચત ખાતામાંથી રોકડ ઉપાડો છો, તો સાવચેત રહો. આવકવેરા વિભાગ બેંક વ્યવહારો પર નજીકથી નજર રાખી રહ્યું છે. તમારા ખાતામાંથી મોટી રકમ વારંવાર ઉપાડવામાં આવે છે અથવા રોકડ પ્રવાહમાં અચાનક વધારો થાય છે, તો તમારી માહિતી સીધી આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં તમને આવકવેરા નોટિસ મળી શકે છે.
👉દરેક બેંકની પોતાની રોકડ ઉપાડ મર્યાદા હોય છે. ઉદાહરણ તરીકે hdfc એચડીએફસી બેંક દર મહિને 1 લાખ સુધી રોકડ ઉપાડ ફ્રી છે. ચાર મફત વ્યવહારો પછી દરેક ઉપાડ માટે 150 ચાર્જ વસૂલવામાં આવે છે.
👉તમે વારંવાર મર્યાદાથી વધુ રોકડ ઉપાડો છો તો બેંક ચેતવણી મોડમાં જાય છે અને આ રિપોર્ટ આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે. વ્યવહાર તમારી આવક સાથે મેળ ખાતો નથી અથવા સ્ત્રોત અસ્પષ્ટ છે, તો કર વિભાગ નોટિસ મોકલી શકે છે.
આવકવેરા નોટિસનો અર્થ શું છે?
👉આવકવેરા વિભાગને લાગે કે તમારા ખાતામાં પૈસા આવવા અને જવાની એક્ટિવીટી તમારા ઇન્કમટેક્સ હિસાબે વધુ છે. તો તેઓ તમને વ્યવહારનો સ્ત્રોત પૂછી શકે છે. જો તમે માન્ય જવાબ આપવામાં નિષ્ફળ જાઓ છો અથવા સહાયક દસ્તાવેજો પ્રદાન કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમને દંડનો સામનો કરવો પડી શકે છે.
રોકડ જમા કરવા પર આવકવેરા ટેક્સની નોટિસ આવી શકે?
💥 વિભાગ ફક્ત રોકડ ઉપાડ જ નહીં પરંતુ બચત ખાતાઓમાં મોટી થાપણો પર પણ નજર રાખે છે.
💥તમે નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 31 માર્ચ દરમિયાન તમારા બચત ખાતામાં 10 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી હોય તો બેંક આ માહિતી આવકવેરા વિભાગને જાણ કરશે.
💥આવા કિસ્સાઓમાં વિભાગ તમારી આવક અને ખર્ચની તપાસ કરે છે. તમારી આવક અને બેંક વ્યવહારો વચ્ચે કોઈ વિસંગતતા હોય તો આવકવેરા નોટિસ મોકલી શકે છે.
Money Alert Income Tax Can Send You a Notice for These 10 Savings Account Transactions
👉સેવિંગ એકાઉન્ટ હોય તો ધ્યાન રાખજો ! આ 10 ટ્રાન્ઝેક્શનથી તમારા હૃદયના ધબકારા વધી જશે, ઇન્કમ ટેક્સ વિભાગ મોકલી શકે છે ‘નોટિસ’
👉તમે દરરોજ તમારા સેવિંગ એકાઉન્ટ (Savings Account) માંથી પેમેન્ટ, ટ્રાન્સફર અને રોકડ જમા-ઉપાડ કરો છો. એવામાં શું તમે જાણો છો કે, આ રોજિંદા કાર્યો ક્યારેક ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી શકે છે?
સેવિંગ એકાઉન્ટ (Savings Account) માં આ 10 ટ્રાન્ઝેક્શન તમારી મુશ્કેલીઓ વધારી શકે છે
₹કેટલાંક ટ્રાન્ઝેક્શન બેંકો અને ટેક્સ વિભાગ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. જો આ ટ્રાન્ઝેક્શન તમારી આવક સાથે મેળ નથી ખાતા, તો તમને નોટિસ મળી શકે છે.
₹જો તમે એક નાણાકીય વર્ષમાં ₹10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરો છો, તો બેંક તેની જાણ ઇન્કમ ટેક્સ વિભાગને કરે છે. આમ જોવા જઈએ તો, આ ગેરકાયદેસર નથી પરંતુ તમારે તેનો સ્ત્રોત જાહેર કરવો પડી શકે છે. આથી, ગિફ્ટ, પ્રોપર્ટી વેચાણ અથવા બિઝનેસ ઇન્કમની રસીદ ઘરમાં કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકી રાખો.
₹જો તમે એક વર્ષમાં ₹1 લાખથી વધુ રોકડનું પેમેન્ટ કર્યું હોય અથવા કુલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ₹10 લાખથી વધુ હોય, તો આની જાણ પણ આવકવેરા વિભાગમાં કરવામાં આવે છે. વિભાગ તપાસ કરે છે કે, તમારી લાઇફસ્ટાઇલ તમારા ટેક્સ રિટર્નમાં દર્શાવેલ આવક સાથે મેળ ખાય છે કે નહીં?
₹જો ખાતામાંથી વારંવાર મોટી રકમ ઉપાડવામાં આવે અથવા રોકડ ફ્લો (Cash Flow) માં અચાનક વધારો થાય તો બેંક પણ ‘Alert’ થઈ શકે છે.
₨જો તમે ₹30 લાખ કે તેથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અથવા વેચો છો (બજાર દરે હોય કે સ્ટેમ્પ મૂલ્ય પર), તો રજિસ્ટ્રાર તેની જાણ કરે છે. આ પછી ટેક્સ વિભાગ જુએ છે કે, તમને આ પૈસા ક્યાંથી મળ્યા?
₨જો અગાઉ બંધ કરાયેલું બેંક ખાતું અચાનક એક્ટિવ થઈ જાય અને તેમાં મોટા ટ્રાન્ઝેક્શન થવા લાગે, તો બેંક તેને ‘ફ્લેગ’ કરી શકે છે. આવા સંજોગોમાં, ખાતાધારકે બિઝનેસ, વારસાગત સંપત્તિ અથવા બીજા માન્ય કારણો સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, જેથી કોઈ તપાસ કે સ્પષ્ટીકરણની જરૂર પડે ત્યારે પુરાવા તરીકે રજૂ કરી શકાય.
₨જો તમે એક વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુના વિદેશી ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે આંતરરાષ્ટ્રીય કાર્ડ પેમેન્ટ અથવા ફોરેક્સ, તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.
₨જો બેંક દ્વારા જણાવવામાં આવેલ વ્યાજ તમારા આવકવેરા રિટર્ન સાથે મેળ ખાતું નથી, તો તમને નોટિસ મળી શકે છે. બધું સચોટ છે તેની ખાતરી કરવા માટે ફોર્મ 26AS અને AIS થી તમારા વ્યાજની તપાસ કરો.
₨જો વ્યાજ ₹10,000 કરતા ઓછું હોય, તો પણ તે AIS માં દેખાઈ શકે છે. જો તમે આ રકમ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં નથી બતાવતા, તો ‘મિસમેચ ડેટા’ને લીધે ઓટોમેટિક નોટિસ મળી શકે છે
₨ઘણા બધા સેવિંગ એકાઉન્ટ હોવા એ કોઈ સમસ્યા નથી પરંતુ તે બધા પર મળેલ વ્યાજનો સરવાળો કરવો અને તેને તમારા ITR માં દર્શાવવું મહત્વપૂર્ણ છે. આવકવેરાની સિસ્ટમ અત્યંત સંવેદનશીલ છે અને તે નાની ભૂલ પણ ઝડપથી પકડી શકે છે.
₨તહેવારોની સીઝન દરમિયાન, જો તમે કોઈ બીજા માટે તમારા કાર્ડથી પેમેન્ટ કરો છો અને તેણે તમને રોકડમાં પૈસા પાછા આપેલ છે, તો તે ટ્રાન્ઝેક્શન પણ ટ્રેક થઈ શકે છે. આવા પૈસા તમારા ખાતામાં આવતા જ રિપોર્ટિંગ લિમિટ પાર થઈ શકે છે અને તમને ટેક્સ નોટિસ મળી શકે છે.
Tanvi Patel, will provide information about finance, online work, digital work, stock market and tips under it, money and the benefits under it, schemes.
tanvipatel2692010
Be careful if you are withdrawing cash from your bank account frequently! Income Tax Department will send a notice