Best India Post Office Scheme 2025:PenshanIncome like

પોસ્ટ ઓફિસ સ્કીમ એક વખત રોકાણ કરો અને દર મહિને મેળવો ₹5,550 પેન્શન જેવી આવકBest India Post Office Scheme 2025:PenshanIncome like

Post Office PenshanIncome like Scheme: સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ ઓફિસ અનેક બચત યોજનાઓ ચલાવે છે. તેમાં TD, RD, PPF, KVP અને Monthly Income Scheme (MIS) સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ સુરક્ષિત રોકાણ સાથે દર મહિને નક્કી આવક મેળવવા માંગે છે.

કેટલું રોકાણ કરી શકાય ?

  • આ યોજનામાં ઓછામાં ઓછું ₹1,000 રોકાણ કરી શકાય છે.
  • એકલ ખાતામાં મહત્તમ ₹9 લાખ સુધી અને સંયુક્ત ખાતામાં (Joint Account) ₹15 લાખ સુધી રોકાણ કરવાની મંજૂરી છે.
  • oint Accountમાં વધુમાં વધુ 3 લોકો નામ ઉમેરાવી શકે છે.
  • આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો છે અને હાલ વ્યાજદર 7.4% પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવ્યો છે.
  • જો તમે ₹9 લાખનું રોકાણ કરો છો, તો તમને દર મહિને ₹5,550 વ્યાજ તરીકે મળશે. આ રકમ સીધી તમારા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ટ્રાન્સફર થશે.
  • આ યોજનાની ખાસિયત એ છે કે દર મહિને આવક નક્કી છે, એટલે કે બજારમાં નુકસાન થવાનો કોઈ ખતરો નથી.
  • ઇચ્છો તો ફરીથી એ જ યોજનામાં અથવા બીજી યોજનામાં રોકાણ કરી શકો છો.
  • વ્યાજ દર મહિને તમારા ખાતામાં જમા થાય છે, જેને તમે ઉપાડી શકો છો અથવા ફરીથી બીજી જગ્યાએ રોકાણ કરી શકો છો.

કોને રોકાણ કરવું જોઈએ ?

આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત લોકો માટે શ્રેષ્ઠ છે, કારણ કે તેઓને દર મહિને નક્કી આવકની જરૂર હોય છે. ઉપરાંત, જે કોઈ સુરક્ષિત બચત ઈચ્છે છે અને જોખમ લેવા માંગતા નથી તેઓ માટે પણ આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Leave a Comment