Aadhaar Card WhatsApp પર: હવે આધાર ડાઉનલોડ કરો માત્ર 1 મેસેજથી!
Aadhaar Card WhatsApp: ભારત સરકાર સતત આધુનિક સેવાઓને સરળ બનાવવા પ્રયાસ કરી રહી છે. હવે તમને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા UIDAI વેબસાઇટ કે DigiLocker એપ ખોલવાની જરૂર નથી. કારણ કે હવે આધાર કાર્ડ સીધા WhatsApp પર PDF ફોર્મેટમાં મળી જશે. આ સેવા માટે MyGov Helpdesk WhatsApp ચેટબોટ શરૂ કરવામાં આવ્યો છે.
WhatsApp પર આધાર મેળવવા શું જરૂરી છે?
Navi UPI App: Smart & Secure Digital Payments Solution
➡ આધાર કાર્ડ whatsapp પર મેળવવા માટે કેટલીક જરૂરી શરતો છે. આ શરતો આપણી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ.
- તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
- તમારે DigiLocker એકાઉન્ટ હોવું આવશ્યક છે.
- +919013151515)તમારા ફોનમાં MyGovનું ઑફિશિયલ WhatsApp નંબર +91-9013151515 સેવ કરવું પડશે.
આધાર કાર્ડ WhatsApp પર કેવી રીતે મેળવો? (Step-by-Step Guide)
- સૌ પ્રથમ WhatsApp ખોલીને +91-9013151515 પર “Hi” અથવા “Namaste” લખી મોકલો.
- ચેટબોટ તમને વિકલ્પ આપશે, તેમાં DigiLocker Services પસંદ કરો.
- તમારું DigiLocker એકાઉન્ટ કન્ફર્મ કરો અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
- ત્યારબાદ આધાર-લિંક્ડ મોબાઇલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો.
- વેરીફિકેશન પછી ચેટબોટ તમને ઉપલબ્ધ દસ્તાવેજોની યાદી બતાવશે.
- તેમાં Aadhaar પસંદ કરો, અને થોડા જ સેકન્ડમાં આધાર કાર્ડ PDF ફોર્મેટમાં WhatsApp પર મળશે.
UIDAIના નવા પગલાં
Safe & High Interest Savings Sukanya Samriddhi Yojana 2025
આગામી સમયમાં આધાર કાર્ડનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ વધશે. જેની જાણકારી નીચેના પગલાંઓમાં આપવામાં આવી છે.
આધારનો ઉપયોગ રેલવે ટિકિટ ખરીદી સહિત અનેક ક્ષેત્રોમાં વધશે.
શાળાઓમાં બાળકોની બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ કેમ્પ પણ યોજાશે.
ભારત સરકારની તમામ યોજનાઓ લાભો સરકારી ભરતીઓ નોકરીઓમાં આધાર કાર્ડ ઉપયોગી બની રહેશે.